Site icon hindtv.in

સુરતમાં ફરી હત્યાની ઘટના બનતા ચકચાર મચી

સુરતમાં ફરી હત્યાની ઘટના બનતા ચકચાર મચી
Spread the love

સુરતમાં ફરી હત્યાની ઘટના બનતા ચકચાર મચી
રાજમહેલ મોલમાંથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
રાજ દુબે ફાઈનાન્સ કંપની માટે હપ્તાની ઉઘરાણીનું કામ કરતો

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા હોય ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં વહેલી સવારે રાજમહેલ મોલમાંથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે ગુનેગારો પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી રાજમહેલ મોલમાં અજાણ્યા હુમલાખોરોએ યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે સફાઈ કામદારે લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોઈ પોલીસને જાણ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે. તો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રાજ દુબે તરીકે થઈ હતી. રાજ દુબે ફાઈનાન્સ કંપની માટે હપ્તાની ઉઘરાણીનું કામ કરતો હતો. હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

Exit mobile version