Site icon hindtv.in

સુરતમાં લાશ મળવાની ઘટના યથાવત

સુરતમાં લાશ મળવાની ઘટના યથાવત
Spread the love

સુરતમાં લાશ મળવાની ઘટના યથાવત
ઓલપાડ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી
મામલે કાપોદ્રા પોલીસે બે લોકોની ધરપકડ કરી
પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

મૂળ બિહારના વતની પ્રમોદ ચૌધરી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હીરાબાગ સ્થિત ખોડીયાર નગરમાં પોતાની પત્ની અને બે સંતાનો સાથે રહે છે. જ્યારે અન્ય બાળક વતનમાં પરિવારના સભ્યો જોડે રહે છે. પ્રમોદ ચૌધરી કાપોદ્રા હીરાબાગ વિસ્તારમાં શાકભાજીની દુકાન ધરાવે છે. સાતમી એપ્રિલના રોજ પ્રમોદ ચૌધરી પોતાની દુકાને હાજર હતા. જે સમય દરમિયાન કેટલાક લોકો ત્યાં આવી ચઢ્યા હતા અને 24 કલાકના પ્રમોદ ચૌધરીને ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી.પ્રમોદ ચૌધરીનો સાળો એક યુવતીને ભગાડી લઈ ગયો હતો. જે યુવતીના પરિવારજનો પ્રમોદ ચૌધરીની દુકાને આવ્યા હતા. જેમના દ્વારા આ ધાકધમકી આપવામાં આવી હતી. પરંતુ 24 કલાક થાય તે પહેલા જ પ્રમોદ ચૌધરી એકાએક ગુમ થઈ ગયા હતા. જેથી પરિવારજનો દ્વારા તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતા કાપોદ્રા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે મિસિંગ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જો કે સાતમી એપ્રિલના રોજ ગુમ થયેલા પ્રમોદ ચૌધરીને શોધવામાં મળી ન હતી.શાકભાજીના વેપારીની શોધખોળ દરમિયાન ઓલપાડ ખાતે કરેલી ગામમાં આવેલી નંદની ઇન્ડસ્ટ્રીની પાણીની કેનાલમાંથી પ્રમોદ ચૌધરીની લાશ મળી હોવાની જાણકારી કાપોદ્રા પોલીસે પરિવારને કરી હતી. આમ કાપોદ્રા પોલીસ દ્વારા યોગ્ય તપાસના થતા અંતે વેપારી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પરિવારજનોએ વેપારીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.જે હત્યા યુવતીના પરિવારજનોએ કરી હોવાનો ગંભીર આરોપ કર્યો હતો. પરિવારના આક્ષેપોને પગલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી.પ્રમોદ ચૌઘરીની હત્યા કરનાર આરોપીને શોધવા પોલીસે ટીમો બનાવી હતી. પોલીસે આ ગુનામાં યુવતીના ભાઈ નિતેશ બૈઈઠા અને દીક્ષિત મકવાણાની ધરપકડ કરી છે. પોલીસે નિતેશની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ધનંજય યુવતીને ભગાડી ગયો હોવાની જાણ પ્રમોદને હતી નિતેશે તેના ગેરેજના માલિક મોહિત પરવડીયા તેના મિત્ર કપિલ, જય અને દીક્ષિતને આ બાબતે જાણ કરી હતી આ તમામે સાથે મળીને પ્રમોદનું અપહરણ કર્યું હતું ત્યારબાદ પ્રમોદની હત્યા કરી નાખી હતી પ્રમોદની લાશને પિપોદરા કેનાલમાં ફેંકી દીધી આ ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version