Site icon hindtv.in

સાણંદ જીઆઈડીસીમાં હત્યાના આરોપીનું ગેરકાયદે દબાણ તોડી પડાયું

સાણંદ જીઆઈડીસીમાં હત્યાના આરોપીનું ગેરકાયદે દબાણ તોડી પડાયું
Spread the love

સાણંદ જીઆઈડીસીમાં હત્યાના આરોપીનું ગેરકાયદે દબાણ તોડી પડાયું
આરોપીના પાન પાર્લર અને શેડના દબાણો પર ફર્યું બુલડોઝર
આરોપીએ જીઆઈડીસી ની માલિકીની જમીન પર કબજો જમાવ્યો હતો

સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં ચરલ ગામ ખાતે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 19 નવેમ્બરના રોજ સાણંદ જીઆઈડીસી પોલીસ અને જીઆઈડીસી અધિકારીઓની ટીમે સંયુક્ત રીતે આ દબાણ હટાવ્યું હતું.

સાણંદ ચરલ ગામના ત્રણ રસ્તા પાસે GIDC ની જમીન પર મહેશભાઈ મેલુભાઈ નામના વ્યક્તિએ ગેરકાયદેસર દબાણ કર્યું હતું. મહેશભાઈ અગાઉ ખૂનના ગુનામાં સંડોવાયેલા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ તેમનું નામ જોડાયેલું છે. તેમણે GIDCની આ જમીન પર પાન પાર્લર અને અન્ય શેડ બનાવીને કબજો જમાવ્યો હતો. તારીખ 19 નવેમ્બરના રોજ સાણંદ GIDC પોલીસ અને GIDC અધિકારીઓની ટીમે સંયુક્ત રીતે આ દબાણ હટાવ્યું હતું.

આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે સાણંદ GIDC પોલીસ સ્ટેશનનો સ્ટાફ, GIDC ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ થતાં જાહેર જગ્યા ખુલ્લી થઈ હતી અને કાયદાનું પાલન સુનિશ્ચિત થયું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version