Site icon hindtv.in

લ્યો,બોલો..મહિલા તલાટીના પતિ પણ પંચાયતનો વહીવટ કરે છે!!

લ્યો,બોલો..મહિલા તલાટીના  પતિ પણ પંચાયતનો વહીવટ કરે છે!!
Spread the love

લ્યો,બોલો..મહિલા તલાટીના પતિ પણ પંચાયતનો વહીવટ કરે છે!!
પંચાયતને લગતી કામગીરીમાં તલાટીનો પતિ જોતરાતા સવાલો ઉઠ્યા.
ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મેઘરજમાં જાહેર રજાના દિવસે પંચાયતને લગતી કામગીરીમાં તલાટીનો પતિ જોતરાતા સવાલો ઉઠ્યા.

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારે એટલી હદે માજા મૂકી છે કે પ્રજા તોબા પોકારી ઉઠી છે.સરપંચ પતિ પંચાયત નો વહીવટ કરતો હોય એ વાત તો આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ તલાટી પતિ વહીવટ કરતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વાત છે.મેઘરજ ગામ પંચાયત ના મહિલા તલાટીની, મહિલા મહિલા તલાટી તેમના પતિની હાજરીમાં છાંયડે બાંધેલી ભેંસના ખુંટા કાપી તડકામાં ભેંસ ને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે, મહિલા તલાટી તેમના પતિને સાથે રાખી પંચાયત ને લગતી કામગીરી કરાવતા હોવાની સોશિયલ. મીડિયાના એક જાગૃત પત્રકારને રજુઆત મળતા પત્રકાર ઘટના સ્થળે પહોંચી વિડિયો ઉતારી પ્રશ્નો કરતાં, ઉશ્કેરાયેલા તલાટી પતી એ સોસિયલ મીડિયા કર્મીનો મોબાઈલ ઝુંટવી ફેંટ પકડી ને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.જ્યારે જ્યારે આવા સવાલો ઉઠે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને સવાલ કરવામાં આવે ત્યારે તેમનો એકજ જવાબ હોય જોઈ લવ છું,અહેવાલ માંગ્યો છે આવા જવાબો આપી મામલાને દબાવવામાં આવે છે.એટકેજ જાગૃત પત્રકારે CMO સહિત ઉચ્ય કક્ષાએ ઓનલાઈન લેખિત ફરિયાદ કરી તલાટી અને તેમના પતિ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ની માંગ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

Exit mobile version