Site icon hindtv.in

માંડવીમાં ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

માંડવીમાં ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું
Spread the love

માંડવીમાં ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત કરાયું
મકાનનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું.
અનંતનાગમાં આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું
ખાતમુહૂર્તમાં અને મહાનુભાવો, સરપંચઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા

આજે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થ ખાતે રૂ. 17 લાખના ખર્ચે નિર્માણ પામનાર ગ્રામ પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિભાગ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું. મહાનુભાવો દ્વારા ખાતમુહૂર્ત પહેલા અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે તાપી નદીના કાંઠે અને તાપી જિલ્લાની સરહદે આવેલા આ જૂથ ગ્રામ પંચાયતના નવનીતમ મકાનનું નિર્માણ થતા છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને ઘર બેઠા સુવિધાઓ મળશે. વાઈ-ફાઈ ક્નેક્ટીવીટી, ઈ-ગ્રામ સેવાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઘર આંગણે મળતા લોકોના વિકાસને વેગ મળશે. અત્યાર સુધી આ ૩ ગામના લોકોને વઢવાણા જવું પડે છે જેની બદલે ગામમાં જ આ બધી સુવિધાઓ મળશે. મંત્રીએ ઉમેર્યું હતું કે વન વિભાગની જમીન હસ્તક એનઓસી લેવાનું હતું જે મળતા આ મકાન બાંધકામને મંજુરી મળી ગઈ છે. હજુ ભવિષ્યમાં આ જ જમીન પર આરોગ્ય સબ સેન્ટર, લાઈબ્રેરી, કોમ્યુનીટી સેન્ટર જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે.

આ પ્રસંગે માંડવી તાલુકા મામલતદાર મિસ્ત્રી, પલસાણા ટી.ડી.ઓશ્રી સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ચૌધરી, આર એન્ડ બી, એસ.ઓ મનીષ ચૌધરી, કુંવરજી ચૌધરી, ધનસુખ વસવા, ઘલા વસવા, અનીલ ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા.

Exit mobile version