Site icon hindtv.in

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
Spread the love

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
પ્રથમ દિવસે જ સુરતના શિવાલયોમાં ભક્તિનો અનોખો માહોલ
હર હર ભોલે તથા હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતાં.

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. અને શ્રાવણના પ્રથમ દિવસે જ સુરતના શિવાલયોમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર શહેરમાં હર હર ભોલે તથા હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતાં.

13 ઓગસ્ટ 2026થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે સુરતના પ્રખ્યાત ઇચ્છાનાથ મહાદેવ, અશ્વનીકુમાર સહિતના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અને ફૂલ અર્પણ કરી ભગવાન શિવની પૂજા અને અભિષેક કર્યો હતો. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શન અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. શિવાલયોમાં ગુંજતા ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સમગ્ર સુરત શહેર ભક્તિમય બન્યું હતું અને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Exit mobile version