કામરેજમાં “હર ઘર તિરંગા”અભિયાનનું આયોજન
નવાગામ પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજવામાં આવી
તિરંગા યાત્રામાં ડીવાયએસપી અને વિધાર્થીઓ અને સ્થાનિકો હાજર રહ્યા
સમગ્ર રાજ્યમાં દેશના જવાનોના માનમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી
અને આ તિરંગા યાત્રા કામરેજ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રા માં કામરેજ તાલુકા પંચાયત ના પ્રમુખ રેખાબેન પટેલ,કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ સુચેતન પટેલ, તાલુકા મહામંત્રી નિમેશ પટેલ, સહિત DYSP અનિલ પટેલ ,વિધાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. આ તિરંગા યાત્રા માં ભારત માતા નો જયજયકાર થયો હતો. શાંતિપૂર્ણ માહોલમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી…
