Site icon hindtv.in

ગરમીમાં હાઈ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે 4 ફળ, રોજ ખાવું કોઈપણ એક

ગરમીમાં હાઈ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે 4 ફળ, રોજ ખાવું કોઈપણ એક
Spread the love

ગરમીમાં હાઈ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે 4 ફળ, રોજ ખાવું કોઈપણ એક

એક સ્વસ્થ અને નોર્મલ વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 સુધી હોય છે. જો બ્લડ પ્રેશર 140/90 થી વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે. બ્લડ પ્રેશર વધારે હોય કે ઓછું બંને ખતરનાક હોય છે. જો તમારે હાઈ બીપીનો ઈલાજ કોઈપણ દવા વિના કરવો હોય તો શક્ય છે. દવા વિના લાઈફસ્ટાઈલ અને આહારમાં ફેરફાર કરીને પણ હાઈ બીપી કંટ્રોલ કરી શકાય છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો બીપી નોર્મલ રાખવામાં મદદ મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય તેમણે વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ. સાથે જ બોડીને એક્ટિવ રાખવા માટે રેગ્યુલર વોક અથવા તો એક્સરસાઇઝ કરવી. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું હોય તો કારણ વિના ક્રોધ અને સ્ટ્રેસથી બચવું.

ડાયટની વાત કરીએ તો નમકનું સેવન બંધ કરવું અને ભોજનમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવો અને તે પણ મર્યાદિત માત્રામાં. ડાયટમાં સોડિયમ અને કંટ્રોલ કરી લેવામાં આવે તો બીપી કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. ડાયેટમાં કેટલાક ખાસ ફળનો સમાવેશ કરવામાં આવે તો પણ બીપી નોર્મલ રહે છે.

ખાટા ફળ
હાઈ બીપી કંટ્રોલ કરવા માટે તમે ખાટા ફળનું સેવન કરી શકો છો. ફટાફટ બીપી નોર્મલ રાખવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું હોય તો બાઈકમાં દ્રાક્ષ, સંતરા, લીંબુ જેવા ફળનો સમાવેશ કરો

બેરીઝ ખાવી
હાઈ બીપી કંટ્રોલ કરવા માટે બ્લુબેરી, રાસબેરી, સ્ટોબેરી અને ચેરી જેવા ફળ પણ મદદરૂપ થાય છે. અલગ અલગ પ્રકારની બેરીઝ એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે જે બીપી નોર્મલ કરવામાં મદદ કરે છે.

કીવી ખાવી
હાઈ બીપી નોર્મલ કરવું હોય તો કીવીનું સેવન કરવું. કીવી ફ્રુટમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ હોય છે જે બીપી નોર્મલ રાખે છે.

કેળાથી બીપી કંટ્રોલ કરો
કેળામાં પોટેશિયમ હોય છે જે આવશ્યક ખનિજ હોય છે. તે બ્લડ વેસલ્સને આરામ આપે છે અને બીપી નોર્મલ થાય છે.

Exit mobile version