Site icon hindtv.in

લોકોના આરોગ્ય સાથે કોઈ ચેંડા ન કરે તે માટે સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક

લોકોના આરોગ્ય સાથે કોઈ ચેંડા ન કરે તે માટે સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક
Spread the love

લોકોના આરોગ્ય સાથે કોઈ ચેંડા ન કરે તે માટે સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક
ગરમીથી બચવા લોકો આઈશ ડીસ અને મિલ્ક શેકનો ઉપયોગ
મેંગો મિલ્ક શેક અને આઈસ ડીસના નમુનાઓ લઈ તપાસ માટે લેબમાં

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે સુરતમાં ગરમીથી બચવા લોકો આઈશ ડીસ અને મિલ્ક શેકનો ઉપયોગ કરતા હોય જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ ચેંડા ન કરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં દરોડા પાડી મેંગો મિલ્ક શેક અને આઈસ ડીસના નમુનાઓ લઈ તપાસ માટે લેબમાં મોકલી અપાયા હતાં.

ઉનાળુ આવતા જ સુર્યદેવતા કોપાયમાન થાય છે. ત્યારે સુરતમાં હાલ તાપમાનનો પારો પણ ઉંચે જઈ રહ્યો છે. તો લોકો શરીરને ઠંડુ રાખવા માટે આઈસ ડીસ સહિતનુ ઉપયોગ કરી રહ્યા છે. તો સાથે ઉનાળામાં કેરીની સિઝન પણ આવતી હોય છે અને સુરતમાં મોટાપાયે મેંગો મિલ્ક શેકનુ વેચાણ થાય છે. ત્યારે અખાદ્ય મેંગો મિલ્ક શેખ કે અખાદ્ય આઈસ ડિશનુ વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સુરતના વિવિધ વિસ્તારોમાંથી આરોગ્ય વિભાગ દ્વારા મિલ્ક શેકના 21 અને આઈસ ડિશના 15 જેટલા નમુનાઓ લઈ તપાસ માટે લેબમાં મોકલી આપ્યા હતાં. અને જો રિપોર્ટ નેગેટીવ આવશે તો સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવાયુ હતું.

Exit mobile version