Site icon hindtv.in

ભરૂચમાં ચોરીનો ભેદ ઉકેલાતા હવાલા કૌભાંડનો પર્દાફાશ.

ભરૂચમાં ચોરીનો ભેદ ઉકેલાતા હવાલા કૌભાંડનો પર્દાફાશ.
Spread the love

ભરૂચમાં ચોરીનો ભેદ ઉકેલાતા હવાલા કૌભાંડનો પર્દાફાશ
40 લાખ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા 3 યુવાનોએ કરી કબૂલાત.
હવાલાના રૂપિયા 48 લાખની ચોરી કરી હોવાની કબૂલાત.

ભરૂચમાં ચોરીનો ભેદ ઉકેલાતા હવાલા કૌભાંડનો પર્દાફાશ થતા ભરૂચ એસઓજી પોલીસે હવાલાના 40.35 લાખ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ રકમ ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવી હતી.

ભરૂચમાં પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઆઇ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી બે શખ્સોને રોકવામાં આવ્યા હતા. તેમની પાસેથી 40.35 લાખની રકમ મળી આવી હતી. સંતોષકારક જવાબ ન મળતા બંનેને BNSS કલમ 35(1)(ઇ) હેઠળ અટક કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આ રકમ મૌલવી મુસા આદમ રંદેરાને આપવાની હતી. આરોપી હુજેફા પટેલે તેના મિત્ર સાકીર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી હતી. ત્યારબાદ તેણે પોતાના બે સાથીદારો સાથે મળીને 48 લાખમાંથી 40.35 લાખની ચોરી કરી હતી.

પોલીસે 22 વર્ષીય મોબાઇલ હેકર હુજેફા અલ્તાફ યાકુબ પટેલ , 23 વર્ષીય અને હવાલાના નાણાંનો પીછો કરનાર ઝકરીયા ઈદ્રીશ બારીવાલા અને 24 વર્ષીય ઇકો ગાડીમાંથી નાણાં કાઢનાર મહંમદજાવીદ ઝાકીર પીપાની ધરપકડ કરી છે. પોલીસે કુલ 40,70,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રોકડ 40,35,300, બે મોબાઈલ ફોન કિંમત 10,000 અને એક જ્યુપીટર સ્કૂટર કિંમત 25,000નો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલા રેકેટનો ભાગ હોવાનું સામે આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version