ટ્રેનોમાં મહિલાઓના પર્સ ચોરી કરતી ટોળકીનો રીઢો આરોપી ઝડપાયો
સુરત રેલ્વે એલસીબીએ આરોપીને ઝડપી 18 ગુનાનો ભેદ ઉકેલ્યો
મહિલાઓના દાગીના અને રોકડને બનાવતા હતા નિશાન
ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી દાગીના અને રોકડની ચોરી કરતી ટોળકીના એક રીઢાને સુરત રેલ્વે એલસીબીએ ઝડપી પાડી વડોદરા અને અમદાવાદના 18 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરત રેલ્વે સ્ટેશને હાલ વેકેશનને લઈ મુસાફરોની ભારે ભીડને લઈ રેલ્વે પોલીસ સાથે એલસીબીની ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે રેલ્વે એલસીબીના પીઆઈ ટીવી પટેલ અને પીએસઆઈ આરએ જાડેજાની ટીમના હેકો પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા સુનિલભાઈ ચૌધરીને મળેલી બાતમીના આધારે ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી અને સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા રીઢા ચોર એવા મુળ યુપીનો અને હાલ સુરતમાં રહેતા મનીષસીંગ ભુપેન્દ્રસીંગ ગોર ઠાકુરને ઝડપી પાડ્યો હતો. રીઢાએ અમદાવાદ અને વડોદરા યુનિટ માં 18 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. હાલ તો સુરત રેલ્વે એલસીબીએ આરોપીનો કબ્જો અમદાવાદ અને વડોદરા રેલ્વે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

