Site icon hindtv.in

સુરતમાં ત્રણ દિવસ માટે વિદ્યાગુરૂ ઉપકાર મહોત્સવનુ ભવ્ય આયોજન

સુરતમાં ત્રણ દિવસ માટે વિદ્યાગુરૂ ઉપકાર મહોત્સવનુ ભવ્ય આયોજન
Spread the love

સુરતમાં ત્રણ દિવસ માટે વિદ્યાગુરૂ ઉપકાર મહોત્સવનુ ભવ્ય આયોજન
મહોત્સવને લઇ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી

સુરત ખાતે આગામી ત્રણ દિવસ માટે વિદ્યાગુરૂ ઉપકાર મહોત્સવનુ ભવ્ય આયોજન કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન થનાર છે. તો આ અંગે પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતુ જેમાં જણાવાયુ હતું કે આ મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય આચાર્ય શ્રી સમયસાગરજી મહારાજના પાવન આશીર્વાદ તથા પ્રશમમૂર્તિ મુનિ શ્રી અજિતસાગરજી મહારાજ, મુનિ શ્રી નીરાગસાગરજી મહારાજ, એલક શ્રી વિવેકાનંદસાગરજી મહારાજ, મુનિ શ્રી શુભમકિર્તિજી મહારાજ, શ્રમણી આર્થિકા વિવોષશ્રી માતાજી સંઘ તથા વિધુષી આર્થિકા પ્રજ્ઞાશ્રી માતાજી સંસંઘના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે. આગામી 5 થી 7 ઓક્ટોબરના રોજ સુરતના કતારગામ કિરણ હોસ્પિટલ પાસે આવેલ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગમ્બર જૈન દેરાસર ખાતે યોજાનાર કાર્યક્રમમાં 5 ઓક્ટોબરે પ્રથમ દિવસે ધ્વજારોહણ શ્રી સુશીલાદેવી ભાગચંદજી જૈન પરિવાર દ્વારા કરાશે તો મંચ ઉદ્ઘાટન હેમલતા દેવી માનેકચંદજી પરિવાર દ્વારા તે પછી બાળકો તથા યુવાઓ માટે કેરિયર કાઉન્સેલિંગ તથા પ્રેરણાત્મક સત્ર હશે. અને બપોરે 1વાગ્યે ભવ્ય દિગંબર જૈન પ્રતિભા સન્માન સમારોહનુ આયોજન કરાશે. તો છ ઓકટોબરના રોજ શાકાહાર નિબંધ સ્પર્ધા કરાશે જેમાં અંદાજે 3200 વિદ્યાર્થીઓએ નિબંધ લખશે. અને વિજેતાઓનું સન્માન સમારોહનુ આયોજન કરાયુ હતું. તો સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના પ્રાચારીઓ અને પ્રતિનિધિઓનું સન્માન કરાશે. તો 7 ઓકટોબર શરદ પૂર્ણિમાના રોજ શરદ પૂર્ણિમાના દિવસે સોધર્મ ઈન્દ્ર વગેરે મુખ્ય મહાપાત્રો તથા 108 ઈન્દ્ર મુખ્ય મહાપાત્રો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ગુરુવર શ્રી વિદ્યાસાગરજી મહારાજના વિદ્યાગુરુ વિધાનનું મંગલ આયોજન કરાશે. તો આયોજન સમિતિ તરફથી સીએ રવિ જૈનએ જણાવ્યુ કે આ મહોત્સવ માત્ર સમાજની પ્રતિભાઓને સન્માનિત નહીં કરે પરંતુ યુવાઓ અને નવી પેઢીને ધર્મ, સંસ્કૃતિ તથા ઉચ્ચ આદર્શો સાથે જોડવાનું એક સાધન બનશે. તમામ શ્રદ્ધાળુઓ તથા સમાજબંધીજનોએ વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન મહોત્સવને સફળ બનાવે અને ધાર્મિક લાભ મેળવો.

Exit mobile version