Site icon hindtv.in

સુરતમાં સાયબર સુરક્ષા માટે ઈ-રક્ષક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ

સુરતમાં સાયબર સુરક્ષા માટે ઈ-રક્ષક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ
Spread the love

સુરતમાં સાયબર સુરક્ષા માટે ઈ-રક્ષક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ
સુરત સિટી સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને એસવીએનઆઈટીના સહયોગથી આયોજન
યુવા ટેકનિકલ પ્રતિભાઓએ ડિજિટલ સુરક્ષાના પડકારોનો ઉકેલ રજૂ કર્યો

સુરતમાં સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ઈ-રક્ષક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સિટી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસવીએનઆઈટીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં યુવા ટેકનિકલ પ્રતિભાઓ ડિજિટલ સુરક્ષાના પડકારોનો ઉકેલ શોધવા નવીન વિચારો અને ટેકનોલોજી આધારિત સમાધાનો રજૂ કરાયા હતાં.

સુરતની એસવીએનઆઈટી ખાતે આજે 10 ઓક્ટોબરના રોજ ઈ-રક્ષક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી. સવારે 9:30 વાગ્યે એસવીએનઆઈટીના લેક્ચર થિયેટર-1 ખાતે કાર્યક્રમની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સિટી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસવીએનઆઈટીના સહયોગથી યોજાયેલા આ હેકાથોનમાં ડેપ્યુટી મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ પણ નિર્ધારિત કરવામાં આવી હતી. ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર પડકારોનો સામનો કરવા માટે નવીન ટેકનોલોજી આધારિત ઉકેલો શોધવાનો આ હેકાથોનનો મુખ્ય હેતુ છે. હેકાથોનના માધ્યમથી યુવા પ્રતિભાઓને પોતાની ટેકનિકલ ક્ષમતા દર્શાવવાની સાથે સાયબર ક્રાઇમ સામે લડવા માટે નવા વિચારો રજૂ કરવાની તક મળી હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ 5.5 લાખનું આકર્ષક પ્રાઇઝ પૂલ રાખવામાં આવ્યા હતાં.

Exit mobile version