Site icon hindtv.in

અમદાવાદમાં ચંડોળામાં ડિમોલિશનમાં ધીમે ધીમે રાજકીય રંગ,

અમદાવાદમાં ચંડોળામાં ડિમોલિશનમાં ધીમે ધીમે રાજકીય રંગ,
Spread the love

 

અમદાવાદમાં ચંડોળામાં ડિમોલિશનમાં ધીમે ધીમે રાજકીય રંગ,
JPC ક્રાઇમ શરદસિંઘલે ગૃહ રાજ્યમંત્રીને કહ્યું
લલ્લા બિહારી બાંગ્લાદેશથી મહિલાઓ લાવી દેહ વેપાર કરાવતો હતો

ચંડોળા ડિમોલિશનનો મુદ્દો હવે ધીમે ધીમે રાજકીય રંગ લઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. આ મામલે હવે સરકાર VS વિપક્ષ જોવા મળી રહ્યાં છે. સરકાર ચંડોળાની સિકલ બદલવા મક્કમ છે તો ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

વીઓ :- અમદાવાદમાં ચંડોળામાં ડિમોલિશન મુદ્દો રાજકીય રંગ લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, વિપક્ષ કોંગ્રેસના નેતાઓએ નોટિસ આપ્યા વગર અચાનક જે ડિમોલિશનની કામગીરી થઈ છે એ ગેરકાયદે છે તેને રોકવા માટે મુખ્યમંત્રીને અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ચંડોળા તળાવ કોર્પોરેશનને સોંપાયું છે ત્યારે તેનો ફરીથી યોગ્ય રીતે વિકાસ થાય તેની પણ અમે વિનંતી કરી છે. આ ઉપરાંત જે અહીંના સ્થાનિકો છે એમના મકાન પડી ગયા છે એમને સરકારી વસાહતમાં રહેવા માટેનું પણ ભવિષ્યમાં આયોજન કરી આપવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી હતી. જેસીપી, ક્રાઈમ શરદસિંઘલે હર્ષ સંઘવીને કહ્યું કે લલલા બિહારી બાંગ્લાદેશથી કામની લાલચે મહિલાઓને અહીં લાવતો હતો. સવારે તે સાવરણી અને સિલાઈ મશીનની ફેક્ટરીમાં કામ કરાવતો હતો અને રાતે દેહવેપાર કરાવતો હતો. હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે વાતચીત કરી અને તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમજ 2 દિવસની કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. પોલીસ સાથે અગાઉ પકડાયેલા આતંકવાદીઓ અંગે પણ વાત કરી હતી.

ચંડોળા તળાવ ડિમોલેશનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું. આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે.

ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે કોંગ્રેસના દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ ચંડોળા વિસ્તારમાં વસતા ભારતીય નાગરિકોના જે મકાનો તૂટ્યા છે. જેને લઈને આજે મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરશે. જે ભારતીય નાગરિકો છે અને વર્ષોથી ચંડોળા તળાવ વિસ્તારમાં વસે છે તેઓના મકાન પણ તોડી નાખવામાં આવ્યા છે ત્યારે તેઓને હાઉસિંગ પોલિસી અંતર્ગત મકાનો ફાળવવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવશે.

ચંડોળા તળાવ વિસ્તારમાં નવાબનગર નામનું આખું નગર બનાવવામાં આવ્યું છે. નવાબનગરમાં અંદાજે 500થી વધુ કાચા-પાકા મકાનો આવેલા છે. જે મકાનો તોડવાની કામગીરી અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ચંડોળા તળાવના છાપરામાં નવાબનગરનું આધારકાર્ડ બનાવી દેવાયું હોવાનું પણ સામે આવ્યું છે છે. તળાવમાં ગેરકાયદે બાંધકામ કરી મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. તમામ મકાનો ગેરકાયદે બાંધી દેવામાં આવ્યા હતા છતાં પણ આ લોકોના આધારકાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યા છે તેને લઈને પણ મોટો સવાલ ઉભો થયો છે. સ્થાનિક રહીશો મુજબ અહીંયા છેલ્લા 30 વર્ષથી તેઓ રહે છે. અનેક લોકો મુજબ આ જગ્યા પર તેઓ વર્ષોથી રહે છે તેમના બાપદાદાના મૃત્યુ પણ અહીંયા જ થયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Exit mobile version