Site icon hindtv.in

ઘેડને પૂરથી બચાવવા સરકાર રૂપિયા 1534 કરોડ ખર્ચ કરશે

ઘેડને પૂરથી બચાવવા સરકાર રૂપિયા 1534 કરોડ ખર્ચ કરશે
Spread the love

ઘેડને પૂરથી બચાવવા સરકાર રૂપિયા 1534 કરોડ ખર્ચ કરશે
ઘેડમાં 1534 કરોડની જાહેરાત સામે પાલ આંબલિયાના સવાલ.
ઘેડમાં થનાર કામોનો રોડ મેપ સરકાર ક્યારે જાહેર કરશે ?
દરિયાકાંઠે વન-વે ગેટની લોકોની માગ ઉઠી

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં આવતા પૂરથી ખેડૂતોનું જીવન કર્જ અને નુકસાની વચ્ચે પિસાઈ રહ્યું છે. રાજ્ય સરકારે 1534 કરોડ રૂપિયાના ખર્ચે ઘેડમાં કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ખેડૂતોને આશા બંધાઈ છે. પરંતુ ઘેડમાં 1534 કરોડની જાહેરાત સામે પાલ આંબલિયાએ સવાલ કર્યા છે

ઘેડ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. નદીઓમાં અવરોધો છે. ચેકડેમમાં માટી ભરાઈ ગઈ છે. પૂરતા પુલો નથી. મધુવંતી ડેમ, પાતા ગામ નજીકના ચેકડેમ અને પંચાળા ગામ પાસેની દિવાલ પૂરનું મુખ્ય કારણ છે. અખોદર ગામના ખેડૂતો સરકારની યોજનાને આવકારે છે. પરંતુ ભૂતકાળના અનુભવને કારણે તેઓ ચિંતિત છે. અગાઉ પણ મોટી જાહેરાતો થઈ હતી. પરંતુ જમીન પર કોઈ કામ થયું નહોતું. છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ઘેડ ડૂબે છે. પાક બરબાદ થાય છે. ખેડૂતો કર્જમાં ડૂબી રહ્યા છે. રાજ્ય સરકારે 1534 કરોડ રૂપિયાના ખર્ચે ઘેડમાં કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકારને કેટલાક સવાલ કર્યા છે

ખેડૂતોની માગણીઓમાં નદીઓ અને ચેકડેમને ઊંડા કરવા, અવરોધો દૂર કરવા, નવા પુલો બનાવવા અને દરિયાકાંઠે વન-વે ગેટની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે. ખેડૂતોના મતે જો આ વર્ષથી જ યોગ્ય કામગીરી શરૂ થાય તો 50 ટકા પૂરના જોખમમાંથી મુક્તિ મળી શકે છે. વૃદ્ધ ખેડૂતોના કહેવા મુજબ આ તેમના માટે જીવન-મરણનો પ્રશ્ન છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version