Site icon hindtv.in

બારડોલીમાં સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પાટીદારજીન ખાતે ઘેરૈયા નૃત્યની ભવ્ય પ્રસ્તુતિ

બારડોલીમાં સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પાટીદારજીન ખાતે ઘેરૈયા નૃત્યની ભવ્ય પ્રસ્તુતિ
Spread the love

બારડોલીમાં સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પાટીદારજીન ખાતે ઘેરૈયા નૃત્યની ભવ્ય પ્રસ્તુતિ
પાટીદારજીન ઓફિસનું પરિસર પવિત્ર અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું

બારડોલીના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાના એક સુંદર પ્રયાસરૂપે, આજ રોજ સ્થાનિક પાટીદારજીન ઓફિસનું પરિસર પવિત્ર અને ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

માતાજીના પરમ ભક્તો અને સ્થાનિક સમુદાયના સભ્યો દ્વારા આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક ગણાતા ઘેરૈયા નૃત્યની ભાવભીની અને ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી. ઘેરૈયા નૃત્ય માત્ર એક કલા પ્રસ્તુતિ નથી, પરંતુ તે લોક આસ્થા અને સમર્પણનું જીવંત સ્વરૂપ છે. પરંપરાગત પોશાક સજીને, ઢોલ અને શરણાઈના તાલ સાથે નૃત્ય કરતા ઘેરૈયાઓ ગામે ગામ અને ઘરે ઘરે જઈને માત્ર નૃત્ય જ નથી કરતા, પરંતુ લોકોના દુઃખ દૂર થાય અને સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે માતાજી સમક્ષ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. તેમનો આ સંચાર અને આશીર્વાદનો ભાવ સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરી દે છે. પાટીદારજીન ના પ્રમુખ શ્રી જીતેન્દ્ર પટેલ (જીતુભાઈ બામણી) એ ઓફિસ ખાતે ઘેરૈયાઓને આમંત્રણ આપી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો અને ધાર્મિક આસ્થાને ઉજાગર કરવાનો એક સરાહનીય પ્રયાસ હતો. આ પ્રસંગે, આવા નિઃસ્વાર્થ ભાવથી સેવા કરતા અને આપણી પરંપરાને જાળવતા સૌ ઘેરૈયા કલાકારોને ખરા હૃદયથી વંદન પાઠવવામાં આવ્યા હતા. તેમના આ પ્રયાસ બદલ સમસ્ત ભક્તો અભિનંદનને પાત્ર છે.

Exit mobile version