સુરતમાં આગામી 15મી ઓગષ્ટ પહેલા ઝંડા વિતરણ કરાઈ
શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઝંડા વિતરણ કરાયા
ડીસીપી. પિનાકીન પરમારની આગેવાનીમાં ઝંડા વિતરણ કરાયા
સુરતમાં આગામી 15મી ઓગષ્ટ પહેલા ઝંડા વિતરણ કરાઈ રહ્યા છે તો સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ડી.સી.પી. પિનાકીન પરમારની આગેવાનીમાં ઝંડા વિતરણ કરાયા હતાં.
15 મી ઓગસ્ટ પૂર્વે સુરતમાં ઝંડા વિતરણ કરવામાં આવી રહ્યા હોય સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઝંડા વિતરણ કરાયા હતાં. ડીસીપી પીનાકીન પરમારે શહેરીજનોને ઝંડા વિતરણ કર્યા હતા. જેમાં સ્ટેશન પાસેથી પસાર થતા વાહન ચાલકોના વાહનો ઉપર ઝંડા લગાવાયા હતાં. સરકારના હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઝંડા વિતરણ કરવામાં આવ્યા જેથી ડીસીપી સહિત પોલીસના જવાનોએ ઝંડા વિતરણ કર્યા હતાં.
