Site icon hindtv.in

માંડવી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ

માંડવી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ
Spread the love

માંડવી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ
પ્રમુખ શારદાબેન વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક સંપન્ન
વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી

સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે તાલુકા પંચાયત હોલ ખાતે પ્રમુખ શારદાબેન કમલેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજરોજ માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન કમલેશભાઈ ચૌધરી ના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત હોલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા ભાજપ ના આદેશ અનુસાર જીતેન્દ્રસિંહ વાસિયા બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી જેઓ મેન્ડેડ લઈને આવ્યા હતા અને મેન્ડડ નું વાંચન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે જતીનભાઈ બાબુભાઈ ચૌધરી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે વિજયભાઈ કલ્યાણજીભાઈ માહ્યાવંશી ની નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ આશિષભાઈ ચૌધરી મહામંત્રી હિતેશભાઈ ચૌધરી તેમજ તમામ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને નિમણૂક થયેલ અધ્યક્ષોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા…

Exit mobile version