Site icon hindtv.in

ભાવનગરના સમીપ કોમ્પલેક્સમાં લાગેલી આગ કાબૂમાં

ભાવનગરના સમીપ કોમ્પલેક્સમાં લાગેલી આગ કાબૂમાં
Spread the love

ભાવનગરના સમીપ કોમ્પલેક્સમાં લાગેલી આગ કાબૂમાં
સમીપ કોમ્પ્લેકસમાં આવેલી છે અનેક હોસ્પિટલ
હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
કાચ તોડીને દર્દીઓ અને બાળકોનું કરાયું રેસ્ક્યૂ

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી. કોમ્પલેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જેને કારણે દોડાદોડી થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ સવારે ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ દરમિયાન સવારે 9:30 થી 9:45 ની આસપાસ હોસ્પિટલમાં ધુમાડો આવવાનો શરૂ થયો.. ફાયરબ્રિગેડને કોલ મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યૂ કરાયું હતું. હોસ્પિટલમાંથી અંદાજિત 20 બાળકોનું રેસ્કયૂ કરાયું હતું. નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ બાળકીના પિતાએ પોતાની આપવીતી જણાવી હતી. એ ખતરનાક ઘટનાને યાદ કરતા તેઓ જણાવે છે કે આગ લાગી ત્યારે બેબી ક્રિટિકલ યુનિટમાં પેટીમાં હતી અને હું અને પત્ની રૂમમાં હતા. બહાર જઈને જોયુ તો લોબીમાં કઇંજ દેખાતું નહોતું. ધુમાડાને કારણે ગુંગણામણ થતી હતી. દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે સૌથી પહેલા પહોંચેલા EMT ગોપાલ ચૌહાણે રેસ્કયૂ ઓપરેશન વિશે માહિતી આપી છે

ફાયર ઓફિસરના જણાવ્યું અનુસાર ફાયર વિભાગને સવારે 9:43 વાગ્યે કોલ મળ્યો હતો અને માત્ર 7 મિનિટમાં જ ફાયર કાફલો બનાવ સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ટીમે 4 લોકોનું અને લેડર ટીમે અંદાજિત 20 લોકોનું રેસ્કયૂ કર્યું હતું. તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ કોમ્પ્લેક્સમાં મોટેભાગે હોસ્પિટલો છે. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગી હતી ને પછી પ્રસરી હતી. 5 ફાયર ફાઇટર અને 50 થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા. સમીપ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગમાં અંદાજિત 7 ટુ-વ્હીલર અને 3 ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version