Site icon hindtv.in

અમદાવાદના ખોખરામાં ભાજપ કોર્પોરેટરના પિતા બન્યા કોર્પોરેટર

અમદાવાદના ખોખરામાં ભાજપ કોર્પોરેટરના પિતા બન્યા કોર્પોરેટર
Spread the love

અમદાવાદના ખોખરામાં ભાજપ કોર્પોરેટરના પિતા બન્યા કોર્પોરેટર
કોર્પોરેટર પુત્રનો વહીવટ હાથમાં લેતા ચકચાર મચી
ચેતન પરમાર વિદેશ પ્રવાસે છે ત્યારે પિતા બની ગયા કોર્પોરેટર

અમદાવાદ ખોખરા વોર્ડના હાઉસિંગ બોર્ડના સર્વોદયનગરમાં ગટર લાઇન પર થયેલાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી ટાણે મંગળવારે સવારે ખોખરાના કોર્પોરેટર ચેતન પરમારના પિતા મહેશભાઈએ પોતે કોર્પોરેટર હોવાનો ટીમને દમ માર્યો હતો.

અમદાવાદના ખોખરામાં BJP કોર્પોરેટરના પિતાએ વહીવટ હાથમાં લેતા ચકચાર મચી છે, ચેતન પરમાર વિદેશ પ્રવાસે ત્યારે પિતા કોર્પોરેટર બની અધિકારીઓએં દમ મારતા વિવાદ સર્જાયો છે, અધિકારીઓને બાંધકામ તોડવાની જરૂર નથી તેવું કહીને અધિકારીઓને ધમકાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં કોર્પોરેટરના પિતાએ અધિકારીઓને ચૂંટણી માથે આવી છે કહીને બાંધકામ ન તોડવા કહ્યું હતું. જો કોઈ પણ બાંધકામ તોડાશે તો લોકો આપઘાત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.એક અધિકારીને અન્ય ધર્મના હોવાથી મકાનો તોડવા આવ્યા હોવાનું કહીને ધમકાવ્યા હતા. એટલું જ નહીં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહને જાણ કરવાની ચીમકી આપી હતી.

ફરિયાદ મળતાં અમે દબાણ દૂર કરવા ગયા હતા. પોતે કોર્પોરેટર હોવાનું કહીને એક ભાઈએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ મારી સાથે ફોન પર આક્રોશભર્યા શબ્દોમાં રજૂઆત કરી હતી. સરકારી કામમાં કોઈ ધર્મ કે જાતિનું કામ હોતુ નથી,પરંતુ કોર્પોરેટરના નામે ફોન કરનારા શખ્સે ઉગ્રતામાં વાત કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version