સુરતમાં રોગચાળાએ ફરી માથું ઉંચક્યુ
સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા
એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી રહી છે
24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યુ અને એક યુવાનનો તાવથી મોત
સુરતમાં વાતાવરણમાં બદલાવ સાથે રોગચાળાએ માથુ ઉંચક્યુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખુટી પડ્યા છે. તો 24 કલાકાં ડેન્ગ્યુથી એક અને તાવથી એક યુવાનનું મોત નિજ્યુ છે.
તો રોજ 250થી વધુ ઓપીડી નવી સિવિલમાં આવી રહી છે. સુરતમાં રોગચાળો વધ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે. બાળકોના વોર્ડમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવામાં આવી છે. તો છેલ્લા 24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યુ અને એક યુવાનનો તાવથી મોત નીપજ્યું છે. સુરત નવી સિવિલમાં ઓપીડીમાં 180 જેટલા કેસ સામાન્ય દિવસમાં આવે છે તેની કરતા અત્યારે 250થી વધુ રોજની ઓપીડી આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં હાલ 250થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓના દાખલ છે અને બાળકોના વોર્ડમાં 200 બેડની વ્યવસ્થા છે તે તમામ બેડ ફૂલ હોવાથી એક બેડ પર બે બાળકોને રાખવામાં આવ્યા છે.

