Site icon hindtv.in

સુરત મનપામાં નોકરી અપાવવા વૃદ્ધે બે શખ્સો પાસેથી 22 લાખ લીધા

સુરત મનપામાં નોકરી અપાવવા વૃદ્ધે બે શખ્સો પાસેથી 22 લાખ લીધા
Spread the love

સુરત મનપામાં નોકરી અપાવવા વૃદ્ધે બે શખ્સો પાસેથી 22 લાખ લીધા
પઠાણી ઉઘરાણી કરનારા બેની ધરપકડ

સુરત મહાનગર પાલિકામાં નોકરી અપાવવા માટે 22 લાખ રૂપિયા આપ્યા બાદ ફરિયાદીના પિતા પાસેથી રૂપિયા બળજબરીથી કઢાવવા માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબુર કરનાર બુટલેગર સહિત બેને મહિધરપુરા પોલીસે ઝઢપી પાડ્યા છે.

સુરતની મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિધરપુરા પોલીસ મથકની હદમાં રહેતા ફરિયાદીના પિતાને આરોપીઓએ તેના ઓળખીતાઓની સુરત મહાનગર પાલિકામાં નોકરી અપાવવા માટે 22 લાખ રૂપિયા આપ્યા હતા જે બાદ ફરિયાદીના પિતા પાસેથી રૂપિયા બળજબરીથી કઢાવવા આરોપી માથાભારે લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળા દ્વારા વારંવાર માનસીક રીતે હેરાન કરી ધમકાવી આત્મહત્યા કરવા મજબુર કર્યા હતા. જે ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી વૃદ્ધને આપઘાત માટે મજબુર કરનાર લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળાને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Exit mobile version