Site icon hindtv.in

સુરતના લિંબાયતમાં ડાઈંગ મિલમાં આગ લાગી

સુરતના લિંબાયતમાં ડાઈંગ મિલમાં આગ લાગી
Spread the love

સુરતના લિંબાયતમાં ડાઈંગ મિલમાં આગ લાગી
8 વ્યક્તિઓને રેસ્કયું કરીને બહાર કાઢયા
ફાયરની ટીમ દ્વારા તમામનું કરાયું રેસ્ક્યુ

સુરતમાં આગના બનાવો વચ્ચે લિંબાયતમાં ડાઈંગ મીલમાં વેસ્ટેજ કચરામાં આગ લાગતા ભાગદોડી મચી ગઈ હતી તો ફસાયેલા આઠ વ્યક્તિઓનું ફાયરે રેસ્ક્યુ કર્યુ હતું.

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લિંબાયત વિસ્તારની ડાઈંગ મીલમાં વેસ્ટેજ કચરામાં ગ્રાઉન્ડ ફ્લોર પર અને દાદરના ભાગમાં આગ લાગી હતી જેને લઈ ડાઈંગ મીલના પહેલા માળે 8 વ્યક્તિઓ ફસાઈ ગયા હતાં. તો બનાવની જાણ થતા જ ડુંભાલ, ઉધના, માનદરવાજા અને ડીંડોલી ફાયરની આઠ ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયરના જવાનોએ લીડર સીડી મારફતે ફસાયેલા આઠ વ્યક્તિઓનું રેસ્ક્યું કર્યું હતું તો બીજી ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવા આવ્યો હતો. અને દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ડાઈંગ મીલમાં લાગેલી આગમાં લાખોનુ નુકશાન થયુ હતુ જો કે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Exit mobile version