Site icon hindtv.in

સુરતમાં ઓરિસ્સાવાસીની કરાયેલી ઘાત્કી હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતમાં ઓરિસ્સાવાસીની કરાયેલી ઘાત્કી હત્યાનો ભેદ ઉકેલાયો
Spread the love

સુરતમાં ઓરિસ્સાવાસીની કરાયેલી ઘાત્કી હત્યાનો ભેદ ઉકેલાયો
સચિન જીઆઈડીસી પોલીસે બે ઓરિસ્સાવાસીઓને ઝડપ્યા
શ્રીકાંત ટીંયા સુધાન્યા અને કાર્તિક કાલીયા સ્વાઈનની ધરપકડ

સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં તલંગપુર રોડ પર આવેલ ફાર્મ હાઉસ પાસે ઓરિસ્સાવાસીની કરાયેલી ઘાત્કી હત્યાનો ભેગ સચીન જીઆઈડીસી પોલીસે ઉકેલી કાઢી હત્યારા બે ઓરિસ્સાવાસીઓને ઓરિસ્સાથી ઝડપી પાડ્યા હતાં.

સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં તલંગપુર રોડ પર ફાર્મ હાઉસ પાસે ઓરિસ્સાવાસી આશિષ સંજય પ્રધાનની હત્યા કરાઈ હતી. જે મામલે સચીન જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત  અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદની પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સુચના હેઠળ સચીન જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. કે.એ. ગોહિલ અને સેકન્ડ પી.આઈ. બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.આર. પટેલની ટીમે બાતમીના આધારે ઓરિસ્સાના બ્રહ્મુપુર ખાતે જઈ ત્યાંથી હત્યારા શ્રીકાંત ઉર્ફે ટીંયા સુધાન્યા સ્વાઈન અને કાર્તિક ઉર્ફે કાલીયા પંચાનન સ્વાઈનને ઝડપી પાડ્યા હતા અને બન્નેને સુરત લાવી તેઓની ધરપકડ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version