Site icon hindtv.in

હીરા મંદીએ વધુ એકનો ભોગ લીધો

હીરા મંદીએ વધુ એકનો ભોગ લીધો
Spread the love

હીરા મંદીએ વધુ એકનો ભોગ લીધો
23 વર્ષથી હીરા દલાલી કરતા હતા
પાણીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું
દેવાંના દુષ્ચક્રમાં ફસાતાં બે સંતાનના પિતાએ તાપીમાં ઝંપલાવ્યું

સુરતના કતારગામમાં રહેતા રત્નકલાકારે આર્થિક સંકળામણમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે હીરામાં મંદી હોવાના કારણે હીરા દલાલી થતી ન હતી જેથી તેમને તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હવે હીરાની ચમક ઘટી રહી છે. દર વર્ષે સતત મંદીનો માર વધી રહ્યો છે.હીરાના ધંધા સાથે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે.ખાસ કરી ને રત્ન કલાકારોની મંદીથી આર્થિક સંકડામણમાં આવી ગયેલા લોકો હવે આપઘાતના પગલાંઓ ભરી રહ્યા છે.થોડા દિવસ અગાઉ રત્ન કલાકાર ના પરિવારની સામુહિક આપઘાતની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં વધુ એક હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો છે. સુરત શહેરના કતારગામ સુરત ખાતે રહેતા મનિષભાઇ જીવરાજભાઇ ગાબાણીને બે સંતાન છે.તેઓ પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવવા હિરા દલાલીનું કામ કરી રહ્યા હતા. જોકે ઘણા સમયથી હિરામાં મંદી હોવાનાં કારણે હતાશામાં આવી ગયા હતા. નિવાસ્થાન કતારગામથી 30 km દૂર માંડવીના બૌધાન ગામ પાસે આવી હિરા દલાલ મનિષભાઇએ બોધાન ગામ પાસે પસાર થતી તાપી નદીનાં બ્રીજ ઉપર નદીના ઉંડા પાણીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું.  સ્થાનિકોની નજર મનીષ ભાઈના મૃતદેહ પર જતા તેઓએ સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. સ્થળ પર દોડી ગયેલ ફાયર વિભાગની ટીમે ભારે જહેમતનાં અંતે મનિષભાઈની લાશને બહાર કાઢી હતી. માંડવી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Exit mobile version