Site icon hindtv.in

સુરતમાં ફરી હત્યા કરાયેલી લાશ મળી

સુરતમાં ફરી હત્યા કરાયેલી લાશ મળી
Spread the love

સુરતમાં ફરી હત્યા કરાયેલી લાશ મળી
સચિન જીઆઇડીસી વિસ્તારની ઘટના
લાસ શ્રીધર સંજય પ્રધાનની હોવાનું સામે આવ્યું
શ્રીધરની હત્યા આ શ્રીકાંત સ્વાય અને અજયના ઈસમોએ કરી

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

સુરતના સચિન જીઆઇડીસી પોલીસ મથક હદ વિસ્તારમાં તલંગપુર રોડ પર ફાર્મ હાઉસની બાજુમાં એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા આ લાસ શ્રીધર સંજય પ્રધાનની હોવાનું સામે આવ્યું હતું. મૃતક શ્રીધર પોતાના પરિવાર સાથે સચિનના પાલી ગામમાં આવેલ ભુપત સોસાયટીમાં રહેતો હતો અગાઉ તેને શ્રીકાંત સ્વાય અને અજયના માણસો સાથે દુશ્મના વટ હતી. હાલ પોલીસને આશંકા છે કે શ્રીધરની હત્યા આ શ્રીકાંત સ્વાય અને અજયના ઈસમોએ કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Exit mobile version