Site icon hindtv.in

સુરતના ભેસ્તાન વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
Spread the love

સુરતના ભેસ્તાન વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ હાથ ધરી મૃતદેહ બહાર કાઢ્યો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાલીમાર પાસે આવેલી ખાડીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. તો ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ હાથ ધરી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં શાલીમાર પાસે આવેલી ખાડીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મુશળધાર વરસાદ વચ્ચે પણ ટીમે ઝડપી કામગીરી કરીને ખાડીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે પણ સુરત શહેર પોલીસ અને ફાયર વિભાગ સતત સતર્ક રહી જનતાની સુરક્ષા માટે કામગીરી કરી રહ્યા છે. કોઈપણ આપત્તિ કે ઇમરજન્સીની સ્થિતિમાં બંને વિભાગ લોકોની મદદ માટે ખડેપગે તૈનાત છે.

Exit mobile version