Site icon hindtv.in

ક્રાઈમ બ્રાન્ચે પેરોલમાં ફરાર લૂંટારુને વેશ પલટો કરી ઝડપી પાડ્યો

ક્રાઈમ બ્રાન્ચે પેરોલમાં ફરાર લૂંટારુને વેશ પલટો કરી ઝડપી પાડ્યો
Spread the love

ક્રાઈમ બ્રાન્ચે પેરોલમાં ફરાર લૂંટારુને વેશ પલટો કરી ઝડપી પાડ્યો
2016ની લૂંટના ગુનામાં સજા પામેલો આરોપી પેરોલમાંથી ભાગીને ફરાર,થયો હતો
ઓપરેશન કારાવાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરાર લૂંટારુને ઝડપી પાડ્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 2016માં લુંટમાં પકડાયેલા અને સાત વર્ષની સજા પામેલો તથા પેરોલ રજા મેળવી ભાગી છુટેલા આરોપીને વેશ પલ્ટો કરી ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચ હાલ ઓપરેશન કારાવાસ ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કવોર્ડની ટીમે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 2016માં વરાછામાં લુંટના ગુનામાં ઝડપાયા બાદ સાત વર્ષની સજા પામેલો અને દોઢ વર્ષ અગાઉ પેરોલ રજા લઈ ભાગી છુટેલા આરોપી એવા મેહુલ ઉર્ફે મહેશ બાબર રામભાઈ ભટ્ટીને વેશ પલ્ટો કરી પંડોળ માંથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version