Site icon hindtv.in

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીનો શંખ ગુજી ઉઠયો

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીનો શંખ ગુજી ઉઠયો
Spread the love

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીનો શંખ ગુજી ઉઠયો
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી
નવસારી કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચુંટણીનો શંખ ગુજી ઉઠયો છે ત્યારે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે. નવસારી કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેમાં 8 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. શિક્ષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતા સાથે અન્ય પ્રાથમિક સુવિધાઓનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરાયો છે.

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે દરેક પક્ષ પોતાની પાર્ટીના ઉમેદવારોને ઉતારવા અને મતદારોને રીઝવવા માટે સ્થાનિક મુદ્દાઓને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા નવસારી શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાત ચુંટણી પ્રભારી મહાદેવભાઈ નાયકે ચૂંટણી ઢંઢેરો જાહેર કરેલ છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કુલ 8 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતા સાથે અન્ય પ્રાથમિક સુવિધાઓનો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરાયો છે.

Exit mobile version