સુરતમાં રાજ્યની પ્રથમ ‘એલિવેટેડ માર્કેટ’ને મુખ્યમંત્રીએ ખુલ્લી મૂકી
100 ફૂટ પહોળા રેમ્પ પર થઈ ટ્રક સીધા પહેલા માળે પહોંચશે,
સુરતમાં 600 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત
ડાયમંડ સિટી સુરત આજે ફરી એકવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ સાથે વિકાસના નવા સોપાનનું સાક્ષી બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે 600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂર્ત પ્રસંગે હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે 600 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂર્ત પ્રસંગે હાજર રહેતા આ તકે તેમણે પોતાની ‘મૃદુ અને મક્કમ’ શૈલીમાં ભ્રષ્ટાચાર પર આડકતરી મજાક કરતા કહ્યું હતું કે, ‘કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન…એટલો જ ટેક્સ લેવાનો કે જે કોર્પોરેશનનો હોય.. આપણે ટેક્સ સિવાય બીજું કંઈ નહીં પાછું.. આ ઉપરાંત તેમણે સુરત APMC ખાતે ગુજરાતની પ્રથમ અને એશિયાના મોટા પ્રોજેક્ટ્સમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું, જેમાં 100 ફૂટ પહોળો રેમ્પ ટ્રકને સીધા પહેલા માળે લઈ જશે, જે ખેડૂતો અને વેપારીઓ માટે માલસામાનનું પરિવહન ઝડપી બનાવશે. અંતે, તેઓ ‘ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ’ની બેઠકમાં પણ હાજર રહ્યા હતા, જ્યાં તેમણે સુરતને ‘મિની ઇન્ડિયા’ ગણાવી શહેરી વિકાસમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીએ વિકાસ શબ્દના ઉપયોગ અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અગાઉના સમયમાં ‘વિકાસ’ શબ્દ બોલવામાં પણ તકલીફ પડતી હતી અને તે માટે શું કર્યું તે બોલવામાં પણ મર્યાદાઓ આવતી હતી. ચૂંટણી વખતે કેવા વાતાવરણ સર્જાતા તે સૌ કોઈ જાણે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ‘વિકાસની રાજનીતિ’ પર ભાર મુક્યો છે. હવે દરેક રાજ્યમાં ઇલેક્શન વિકાસના મુદ્દે જ લડાય છે. પીએમ મોદીના નેતૃત્વમાં જનતા હવે કામના આધારે મૂલ્યાંકન કરતી થઈ છે અને સુરત તેનું ઉત્તમ ઉદાહરણ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
