Site icon hindtv.in

ભારે વરસાદમાં ચચરબુંદા-બંગળી ફળિયાનો કોઝવે ધોવાયો

ભારે વરસાદમાં ચચરબુંદા-બંગળી ફળિયાનો કોઝવે ધોવાયો
Spread the love

ભારે વરસાદમાં ચચરબુંદા-બંગળી ફળિયાનો કોઝવે ધોવાયો
શાળાકીય બાળકો અને રાહદારીઓની અવરજવર ઠપ
ગ્રામજનોએ અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં રોષ
ન્યાય સમિતિના અધ્યક્ષ માર્કુશભાઈ ગામીત ઘટના સ્થળે દોડી આવ્યા

ઉકાઈ ના ચચરબુંદા-બંગલી ફળિયાને જોડતો કોઝવે ભારે વરસાદમાં ધોવાયો: શાળાકીય બાળકો અને રાહદારીઓની મુશ્કેલીઓ વધી ન્યાય સમિતિના અધ્યક્ષ માર્કુશભાઈ ગામીતે સ્વખર્ચે શરૂ કરાવ્યું પૂરણ; માર્ગ અને મકાન વિભાગે સ્થળ પર પહોંચી કામગીરી સંભાળી

સોનગઢ. ભારે વરસાદના કારણે નવનિયુક્ત ઉકાઈ ના ચચરબુંદા ખાતે બંગળી ફળિયા અને નવાગામ ઉકાઈ સાથે જોડતો મહત્વનો પુલિયો (કોઝવે) ધોવાઈ ગયો હતો. આ રસ્તો બંધ થઈ જવાથી શાળાએ જતા માસૂમ બાળકો તેમજ રોજીંદી અવરજવર કરતા રાહદારીઓ માટે ભારે હાલાકી સર્જાઈ હતી. ગ્રામજનો દ્વારા અગાઉ સંબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને નવ નિયુક્ત ઉકાઈ તાલુકાના ન્યાય સમિતિના અધ્યક્ષ માર્કુશભાઈ ગામીત ને જાણ કરવા માં આવી હતી ગ્રામજનોની આ સમસ્યા ની ગંભીરતા પારખી ન્યાય સમિતિના અધ્યક્ષ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે સ્થિતિની ગંભીરતા પારખીને પોતાના સ્વખર્ચે ગામના યુવાનોને સાથે રાખીને જાતે જ પુલિયાનું પૂરણ કરવાનું શરૂ કર્યું હતું. આ સરાહનીય પ્રવૃત્તિના અહેવાલ હિંદ ટીવી ના માધ્યમ થી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સુધી પહોંચતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કોઝવેનું નિરીક્ષણ કરી હાલ જોખમી બનેલા આ પુલિયુ નો રસ્તા પર રાહદારીઓની સલામત અવરજવર માટેની કામગીરી પોતાના હાથ પર લીધી હતી..

Exit mobile version