Site icon hindtv.in

ગાંધીધામમાં આંગડિયા પેઢીનાં સંચાલકનાં અપહરણનો મામલો

ગાંધીધામમાં આંગડિયા પેઢીનાં સંચાલકનાં અપહરણનો મામલો
Spread the love

ગાંધીધામમાં આંગડિયા પેઢીનાં સંચાલકનાં અપહરણનો મામલો
કારમાં આવેલા ચાર શખ્સોએ બંદૂક બતાવી કર્યું અપહરણ
ભચાઉના જંગી નજીક કાર અને વેપારી મળી આવ્યા

કચ્છના ગાંધીધામમાં આંગડિયા માલિકનું અપહરણ કરવામાં આવ્યું. કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ આંગડિયા માલિક સંકેત નિધિનું અપહરણ કરી ફરાર થયા. ગાંધીધામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે આંગડિયા માલિક સંકેત નિધિ જઇ રહ્યા હતા તે સમયે 4 અજાણ્યા શખ્સો ગાડી લઇને ત્યાં આવ્યા હતા. અને સંકેત નિધિને બંદૂક બતાવી ગાડીમાં બેસાડી અપહરણ કર્યુ હતુ.કયા કારણથી તેમનું અપહરણ કરાયુ તે હજી સુધી કોઇ વિગત જાણવા મળી નથી. પરંતુ આ બાબતે ગાંધીધામ પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

આ પહેલાં પણ અનેક વખત કચ્છના ગાંધીધામમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા છે. આ સિવાય અપહરણ કરીને કરોડોની ખંડણી પણ માગવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઇને એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહત્વના ચાર રસ્તાઓ પર પોલીસે સીસીટીવી ચેક કર્યા છે. જેનું અપહરણ થયુ છે તેને લઇને વેપારીઓના નિવેદન પણ લીધાં છે. પોલીસને શંકા છે કે કોઇ જાણભેદુ દ્વારા આ ઘટનનાને અંજામ આપ્યો હોઇ શકે છે. અપહરણકર્તા પકડાશે ત્યારે સાચી માહિતી સામે આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version