સુરતમાં ફરી માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો
સગીરાને નશાકારક પદાર્થો આપીને પડોશીઓએ 10 દિવસમાં બે વાર વેચી
2.50 લાખ લઈને બળજબરીપૂર્વક બે વખત લગ્ન કરાવ્યા,
લિંબાયત પોલીસે ત્રણની અટયકાયત કરી
સુરતમાં ફરી માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સુરતના સગીરાને નશાકારક પદાર્થો આપીને પડોશીઓએ 10 દિવસમાં બે વાર વેંચી લાખો રૂપિયા પડાવ્યા હતાં. હાલ તો પોલીસે મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને 10 દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવને લઈ હોહા થતા લિંબાયત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ સગીરાને મુક્ત કરાવી હતી. સાથે એક મહિલા નૂરી વસીમ શેખ, તેના પતિ વસીમ શેખ અને શોએબની અટકાયત કરી છે. જ્યારે ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે. પોલીસ હાલ સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ ટોળકી ત્રીજી વખત તેને વેંચવાનો પ્લાન બનાવી રહ્યાં હતાં.

