દેવ દરબાર જાગીર મઠના વિવાદનો મામલો.
અનુયાયીઓ પર અપહરણ અને મારપીટના આક્ષેપનો મામલો.
પીડિતને પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
સમી તાલુકાના દાદર ગામે રહેતા અજમલભાઈ કાનાભાઈ ચૌધરીએ દેવ દરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુના કેટલાક અનુયાયીઓ સામે અપહરણ અને મારપીટના ગંભીર આક્ષેપો કર્યા છે.
મળતી માહિતી મુજબ, કાંકરેજ તાલુકાના માંડલા ગામેથી બેસણામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે થરા-દિયોદર નાળા પાસે કેટલાક શખ્સો તેમની કારમાં જબરજસ્તી ઘૂસી ગયા હતા અને તેમને જાગીર મઠ ખાતે લઈ જઈ ઢોર માર માર્યો હતો. બાદમાં તેમની પાસે માફી મંગાવવામાં આવી હતી અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. પીડિતના જણાવ્યા મુજબ, દોઢ વર્ષ અગાઉ જાગીર મઠના વિવાદ દરમિયાન સમાજને કરેલી અપીલની અદાવત રાખી આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે.
થરા પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો આક્ષેપ કરી અજમલભાઈએ સમાજના આગેવાનો સાથે ડીસા ડીવાયએસપી કચેરીએ લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

