Site icon hindtv.in

પલસાણાના જોળવા ખાતે ડ્રમ ફાટવાની ઘટનાનો મામલો

પલસાણાના જોળવા ખાતે ડ્રમ ફાટવાની ઘટનાનો મામલો
Spread the love

પલસાણાના જોળવા ખાતે ડ્રમ ફાટવાની ઘટનાનો મામલો
ડ્રમ ફાટવાની ઘટનામાં પલસાણા પોલીસની કડક કાર્યવાહી
મિલ માલિક સહિત અન્ય 4 ઇસમોની પોલીસે કરી અટકાયત
સારવાર દરમિયાન ઈજાગ્રસ્તના મોત થતાં આંકડો નવ થયો
જવાબદાર સામે પોલીસે સદોષ માનવવધનો ગુનો નોંધ્યો હતો

સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે ડ્રમ ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી.

દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સાત લોકોના મોત થયા હતા. આમ કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મિલ માલિક સહિત 4 આરોપીની પોલીસે અટકાયત કરી છે.ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં ડ્રમ ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેનેજિંગ ડિરેક્ટર, ડ્રમ વિભાગના સુપરવાઇઝર, મેન્ટેનન્સ વિભાગ મેનેજર અને ડ્રમ વિભાગના ઓપરેટર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પલસાણા પોલીસે મિલ માલિક સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે.

Exit mobile version