મેઘરજના રેલ્લાવાડા ખાતે રાત્રી દરમિયાન કાર સળગી ઊઠી
કારમાં એકાએક આગ લાગવાનું કારણ અકબંધ
આગ ની જપેટમાં કાર સંપૂર્ણ બળીને ખાખ
કારમાં આગ લાગવાથી મોટી દુર્ઘટના ટળી
મેઘરજના રાજસ્થાન સરહદે આવેલા રેલ્લાવાડા ગામમાં રાત્રિ દરમિયાન એક અણબનાવ સામે આવ્યો છે. એક ઓટો ગેરેજમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાથી તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
ઘટના રાત્રિના સમયે બની હતી જ્યારે ગેરેજમાં કોઈ હાજર નહોતું. કારમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું હતો. થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રસ્તેથી પસાર થતા એક બાઈક સવારે આ જોયું અને આસપાસના લોકોને જાણ કરી. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. સામાન્ય રીતે ઉનાળામાં વધુ તાપમાનને કારણે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, પરંતુ ચોમાસા દરમિયાન આવી ઘટના બનવા પાછળ કોઈ ટેકનિકલ કારણ હોઈ શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.