માંડવીના ઝરપણ ગામે દીપડાનો પાંજરો પુરાયો
વન વિભાગએ દીપડાનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઝરપણ ગામે કદાવર દિપડો પાંજરે પુરાયો.
માંડવી તાલુકાના ઝરપણ ગામે આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાવા પામ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ઝરપણ ગામમાં ખાતે આવેલી સાંઈ સ્ટોન કોવરી માં આવીને કુતરા તથા પ્રાણીઓનો શિકાર કરતો હતો જેને લઇને સાઈ સ્ટોન ક્વોરિના માલિક રજનીકાંતભાઈ પટેલ દ્વારા વન વિભાગના આર એફ ઓ વાંદાને જાણ કરતા તેમણે તાત્કાલિક મારણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતુ. જેને કારણે આજરોજ વહેલી સવારે કદાવર દીપડો પાંજરે પુરાવા પામ્યો હતો. વન વિભાગ ને જાણ કરાતા દિપડા નો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેથી ગામ લોકોને રાહત થવા પામી હતી….

