Site icon hindtv.in

સુરતઃ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા બાઈકચાલકની દાદાગીરી

સુરતઃ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા બાઈકચાલકની દાદાગીરી
Spread the love

સુરતઃ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા બાઈકચાલકની દાદાગીરી
ભૂલ સ્વીકારવાના બદલે બસ ડ્રાઈવર પર ગાજ્યો બાઈકચાલક
બાઈક ચાલકે દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ

સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં રોંગ સાઈડે બાઈક હંકારનારે બસ ચાલક સાથે દાદાગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરતના કતારગામ બીઆરટીએસ નો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે. જેમાં બીઆરટીએસ રૂટ માં રોંગ સાઈડ બાઈક હંકારી લાવી બાઈક ચાલકે દાદાગીરી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. બીઆરટીએસ ડ્રાઈવરે વીડિયો બનાવ્યો હતો. જેમાં બાઈક ચાલક ની બીઆરટીએસ ડ્રાઈવર સાથે દાદાગીરી જોવા મળી છે. બાઈક ચાલક કહે છે ભલે રોંગ સાઈડ આવ્યો શું કરશે. ચોરી ઉપરસે સીનાજોરી જેવો ઘાટ સામે આવ્યો છે. બીઆરટીએસ રૂટ માં ખાનગી વાહનો હંકારવા પ્રતિબંધિત છે. કોઈ અકસ્માત થાય તો બીઆરટીએસ ચાલક ના માથે માછલા ધોવાય છે. પરંતુ આ પ્રમાણે બાઈક ચાલક રોંગ સાઈડ માં આવે એ કેટલું યોગ્ય તેવા સવાલો સાથે બાઈક ચાલક પર પોલીસ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

Exit mobile version