માંડવીમાં નરેણ ગામના બ્રીજ નીચેથી લાશ મળી
આલા ભરવાડનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી મોત
પોલીસ તંત્ર દ્વારા લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી
માંડવી નગરના અંબાજીનાકા વી એફ હાઇસ્કુલ પાછળ રહેતા આલાભાઇ ભરવાડ નો પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી મોત.
આજરોજ સાંજે નરેણ ગામના બ્રીજ નીચેથી લાશ મળી હતી તારીખ 17/9/2025 ના રોજ જમણા કાંઠા મોટી નહેર માંડવી સ્વ-આલા ભાઇ સંગ્રામ ભાઈ ભરવાડ રહેવાસી માંડવી અંબાજીનાકા વીએફ હાઈસ્કૂલ પાછળ જેવો મોટી નહેર ના પાણી માં હાથ પગ ધોવા જતા તેમનો પગ લપસી જતા નેહેરના પાણી માં ડૂબી ગયેલ હતા. જે અંગેની જાણ માંડવી નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર માંડવી તથા ડિઝાસ્ટ મેનેજમેન્ટ કંટ્રોલ ઓફિસ સુરત દ્વારા માંડવી ફાયર બ્રિગેડને કરાતા જેમની ડેડ બોડી ની શોધખોળ માંડવી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી જેમની ડેડ બોડી આજ રોજ ભારે જેહમત બાદ તા- 18/9/2025 ના રોજ સાંજે 5:00 વાગે નરેણ ગામના બ્રિજ ના નીચેથી ડેડ બોડી શોધી કાઢી પાણી માંથી બહાર કાઢેલ છે. પોલીસ તંત્ર દ્વારા લાશનો કબજો મેળવી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
