સુરતના ઉધના રોડ નંબર-5 પર લાશ મળી
ટ્રાન્સપોર્ટ પાસેથી 48 વર્ષીય વ્યક્તિ મૃત હાલતમાં મળ્યો
વિક્કી કુમાર શિંગ નામના વ્યક્તિની લાશ મળી હોવાની માહિતી
સુરતના ઉધના રોડ નંબર-5 પર આવેલા એક ટ્રાન્સપોર્ટ પાસેથી 48 વર્ષીય વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ થતાં જ ઉધના પોલીસની ટીમે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સુરતના ઉધના વિસ્તારમાંથી એક લાશ મળી આવી હતી. ઉધના રોડ નંબર-5 પર આવેલા એક ટ્રાન્સપોર્ટ પાસે વિક્કી કુમાર શિંગ નામના વ્યક્તિની લાશ મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતકની ઉંમર આશરે 48 વર્ષની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

