Site icon hindtv.in

બનાસકાંઠાના દાંતામાં કોન્સ્ટેબલની પત્નીનો મૃતદેહ મળ્યો.

બનાસકાંઠાના દાંતામાં કોન્સ્ટેબલની પત્નીનો મૃતદેહ મળ્યો.
Spread the love

બનાસકાંઠાના દાંતામાં કોન્સ્ટેબલની પત્નીનો મૃતદેહ મળ્યો.
ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી યુવતીની લાશ.
પરિવારે પતિ પર લગાવ્યો હત્યાનો ગંભીર આક્ષેપ.

દાંતા પોલીસ ક્વાર્ટરમાં એક કોન્સ્ટેબલની પત્નીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર મચી છે. લગ્નના ૨ જ વર્ષમાં બનેલી આ ઘટનામાં પિયર પક્ષે આત્મહત્યા નહીં પણ હત્યાનો આક્ષેપ કરી ડીવાયએસપી પાસે ન્યાયની માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ લાઇન ક્વાર્ટરમાં રહેતા અને ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનો રહસ્યમય સંજોગોમાં લટકતો મૃતદેહ મળી આવ્યો છે. સામાન્ય રીતે જે પોલીસ લોકોની સુરક્ષા અને ગુના ઉકેલવાનું કામ કરે છે, તે જ પોલીસના આંગણે પત્નીની શંકાસ્પદ મોત થતાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ કેસમાં સૌથી મોટી શંકાસ્પદ કડી એ સામે આવી છે કે, મૃતક યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં તેના કોન્સ્ટેબલ પતિ સિવાય અન્ય કોઈએ રૂમમાં લટકતી જોઈ નથી. પડોશીઓ, પોલીસ લાઇનના અન્ય સ્ટાફ કે યુવતીના પિયર પક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પતિએ ઉતાવળે પત્નીના મૃતદેહને ફાંસો ખોલીને નીચે ઉતારી લીધો હતો. આ બાબતને જ પિયરિયા પક્ષે મુખ્ય હથિયાર બનાવીને આક્ષેપ કર્યો છે કે, જો યુવતીએ જાતે આત્મહત્યા કરી હોત તો પોલીસ હોવા છતાં પતિએ પંચનામું કે ઉચ્ચ અધિકારીઓ આવ્યા પહેલાં લાશને કેમ અડી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કેમ કર્યો ?

દીકરીના અકાળે અને શંકાસ્પદ મોતના સમાચાર મળતાં જ પિયર પક્ષના લોકો મોટી સંખ્યામાં દાંતા દોડી આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે દીકરીને શારીરિક-માનસિક ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. આ અક્રોશને પગલે દાંતા પોલીસ મથક બહાર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોતાની જ લાઇનનો મેટર હોવાથી તપાસમાં કોઈ પક્ષપાત ના થાય તે માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસે મૃતદેહને પેનલ પીએમ અને એફએસએલની ટીમ બોલાવી ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે, જેથી પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આત્મહત્યા છે કે હત્યા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version