Site icon hindtv.in

માંડવી : તાપી નદીના કિનારેથી કરણ રાઠોડ ની લાશ મળી

માંડવી : તાપી નદીના કિનારેથી કરણ રાઠોડ ની લાશ મળી
Spread the love

માંડવી : તાપી નદીના કિનારેથી કરણ રાઠોડ ની લાશ મળી
કરણ રાઠોડ માનસિક રીતે અસ્થિર જેવા થઈ ગયા હતા
હાલ પોલીસે લાશનો કબ્જો લઇ તપાસ હાથ ધરી

માંડવી તાલુકાના બોધન ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારેથી કરણ રાઠોડ ની લાશ મળી.આવી.

માંડવી તાલુકાના વરેલી ગામના બંગલી ફળિયાના રહીશ કરણભાઈ મુકેશભાઈ રાઠોડ 29 7 2025 ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને પણ કંઈ પણ જાણ કર્યા વિના નીકળી ગયા હતા જેઓ માનસિક રીતે અસ્થિર જેવા થઈ ગયેલ હતા અને તેમને ખેંચની બીમારી હતી જેઓ સાંજ સુધી પરત ન આવતા સગા સંબંધીઓને ત્યાં તથા ગામમાં શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો જેથી અમો તારીખ 31 7 2025 ના રોજ તાપી નદીના કિનારે શોધ ખોળ કરતા હતા તે વખતે બપોરે આશરે સવા બે વાગ્યા ના સુમારે બોધાન ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારા પાસે એક લાસ જોવા મળી હતી. જેની તપાસ કરતા આ લાશ કરણભાઈ મુકેશભાઈ રાઠોડની હોવાનું જણાય આવેલ હતું. જેથી અર્જુનભાઈ મુકેશભાઈ રાઠોડ દ્વારા આ અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. લાશનો કબજો મેળવી પોલીસ તંત્ર દ્વારા આ લાશ પીએમ માટે સરકારી દવાખાને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Exit mobile version