સુરતના ભેસ્તાનમાં ઝાડ પર લટકતી અજાણ્યાની લાશ
બાલકૃષ્ણ સોસાયટી પાસે ઇસમની ઝાડ સાથે લટકેલી લાશ મળી
નાઈટ પેટ્રોલીંગના ફાકા મારતી ભેસ્તાન પોલીસ પર સવાલો ઉઠ્યા
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઝાડ પર લટકતી અજાણ્યાની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં અજાણી શંકાસ્પદ લાશ મળવાનુ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ બાલકૃષ્ણ સોસાયટી પાસે એક અજાણ્યા ઇસમની ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી હતી. જેથી ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તો નાઈટ પેટ્રોલીંગના ફાકા મારતી ભેસ્તાન પોલીસ પર સવાલો ઉઠ્યા છે.
