Site icon hindtv.in

સુરતના પાંડેસરા ખાતે ખાડી પરથી યુવાનની લટકેલી હાલતમાં લાશ મળી

સુરતના પાંડેસરા ખાતે ખાડી પરથી યુવાનની લટકેલી હાલતમાં લાશ મળી
Spread the love

સુરતના પાંડેસરા ખાતે ખાડી પરથી યુવાનની લટકેલી હાલતમાં લાશ મળી
મિત્રો સાથે પાર્ટી કરી પગાર ખર્ચ થઈ જતા યુવાને આપઘાત કર્યો
મૃતક ગેસના બોટલ ઉંચકવાનું કામ કરી ગુજરાન ચલાવતો

સુરતના પાંડેસરા ખાતે આવેલી ખાડી પરથી યુવાનની લટકેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મિત્રો સાથે પાર્ટી કરી પગાર ખર્ચ થઈ જતા યુવાને આપઘાત કર્યો હોવાની શંકા ઉપજી રહી છે.

સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પર લટકી યુવાને આપઘાત કર્યો હોવાનુ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા યુવાન સંતોષ રાવએ આપઘાત કરતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. તો ચર્ચા હેવી જોવી મળી હતી કે મિત્રો સાથે પાર્ટી કરી પગાર ખર્ચ થઈ જતા સંતોષ રાવએ આપઘાત કર્યો હોય શકે છે. હાલ બનાવની જાણ થતા પોલીસે સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી હતી. તો મૃતક ગેસના બોટલ ઉંચકવાનું કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યુ છે.

Exit mobile version