Site icon hindtv.in

પોરબંદરના બરડામાં ગીરની જેમ જ ઇકો ટુરિઝમની શરૂઆત

પોરબંદરના બરડામાં ગીરની જેમ જ ઇકો ટુરિઝમની શરૂઆત
Spread the love

પોરબંદરના બરડામાં ગીરની જેમ જ ઇકો ટુરિઝમની શરૂઆત
સિંહ દર્શનના રસિકો માટે વધુ એક પ્રવાસન સ્થળની ભેટ
સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કાર્યક્રમ ઉજવાશે

સિંહ દર્શનના રસિક ગુજરાતીઓને વધુ એક પ્રવાસન સ્થળની ભેટ મળવા જઈ રહી છે. પોરબંદરના બરડા વિસ્તારમાં ગીરની જેમ જ ઇકો ટુરિઝમની શરૂઆત કરવામાં આવશે. બરડા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે આ અંગે જાહેરાત કરવામાં આવશે

10 ઓગસ્ટ નો દિવસ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પોરબંદર પાસે આવેલા બરડો વિસ્તારમાં થવાની છે. મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ ઉજવાશે જેમાં અંદાજે 8 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પણ આ કાર્યક્રમમાં હાજરી આપનાર છે ત્યારે ગુજરાતીઓને પણ આ દિવસે નવા પ્રવાસન સ્થળની ભેટ મળનાર છે. બરડો વિસ્તાર ને ઇકો ટુરિઝમ તરીકે ગુજરાત સરકાર જાહેર કરવા જઈ રહી છે. બરડા વન્યજીવન અભયારણ્ય ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. બરડા વન આશરે 215 કિ.મી. વિસ્તારને આવરી લે છે. જેમાંથી 192.31 કિ.મી. વિસ્તાર વન્યજીવન અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવ્યો છે. આ વિસ્તાર ગીર સંરક્ષિત વિસ્તાર થી લગભગ 100 કિમી પશ્ચિમમાં આવેલો છે. આ અભયારણ્યની ખાસિયત એ છે કે આ વિસ્તાર પણ ગીર જંગલ જેવું જ રહેઠાણ ધરાવે છે. જે તેને એશિયાટિક સિંહો માટે ખૂબ જ યોગ્ય બનાવે છે. લગભગ 146 વર્ષના અંતરાલ પછી એશિયાટિક સિંહો કુદરતી રીતે બરડા વન્યજીવન અભયારણ્યમાં સ્થળાંતર કરી રહ્યા છે. બરડા વિસ્તારમાં એશિયાટિક સિંહ નો છેલ્લો રેકોર્ડ 1879 નો છે. 19 જાન્યુઆરી 2023 ના રોજ એક નર સિંહે બરડા વન્યજીવન અભયારણ્યમાં સ્થળાંતર કર્યું હતું જે બરડા વિસ્તારમાં પ્રજાતિના કુદરતી વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

પોરબંદરનું બરડા વન્યજીવ અભયારણ્ય’ જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વ પૂર્ણ જૈવ વિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા – ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયુંછે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version