અમરેલી જિલ્લામાં જન્માષ્ટમી મેળાની મંજૂરી અટવાઈ.
ધારી, સાવરકુંડલા, જાફરાબાદ અને રાજુલામાં 5 મેળાના આયોજન.
મેળામાં મોટી રાઈડ્સ તૈયાર, વહીવટી તંત્રની મંજૂરીની રાહ.
અમરેલી જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત લોકમેળાઓની મંજૂરી હજુ સુધી મળી નથી. સાવરકુંડલા શહેરમાં કાણકીયા કોલેજ અને જે.વી.મોદી હાઈસ્કૂલના મેદાનમાં બે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલીમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત લોકમેળાઓની મંજૂરી હજુ સુધી મળી નથી. સાવરકુંડલા શહેરમાં કાણકીયા કોલેજ અને જે.વી.મોદી હાઈસ્કૂલના મેદાનમાં બે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધારીમાં એક મેળો, જાફરાબાદમાં કામધેનુ ગૌશાળાના લાભાર્થે એક મેળો અને રાજુલામાં પૂંજાબાપુ ગૌશાળાના લાભાર્થે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ ચકડોળ સહિતની મોટી રાઈડ્સ તૈયાર કરી લીધી છે. રાજુલાના પ્રાંત અધિકારી મેહુલ બરાસરાના જણાવ્યા અનુસાર, તમામ અરજીઓ વિવિધ વિભાગોને અભિપ્રાય માટે મોકલવામાં આવી છે. આરએનબી વિભાગ પાસેથી આંતરિક કમિટીનો અભિપ્રાય મળ્યા બાદ જ મોટી રાઈડ્સ શરૂ કરી શકાશે. વહીવટી તંત્રે આયોજકોને મંજૂરી વગર મોટી રાઈડ્સ શરૂ ન કરવા લેખિત જાણ કરી છે. જો કોઈ મંજૂરી વગર રાઈડ્સ શરૂ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આજ સાંજ સુધીમાં તમામ વિભાગોના અભિપ્રાય મળવાની શક્યતા છે.
અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં 2 લોક મેળાના સૌથી મોટા આયોજન કરવામાં આવતા પરંતુ નવા નોટિફિકેશન નીતિ નિયમોના કારણે અમરેલીના મેળા બંધ થયા છે. હવે માત્ર સાવરકુંડલા, ધારી, રાજુલા અને જાફરાબાદ આ 4 તાલુકામાં 5 મેળાના આયોજન કરવામા આવ્યા છે પરંતુ કોઈ મંજૂરી હજુ સુધી મોટી રાઈડ્સની મળી નથી. મેળાના આયોજનમાં મોટી રાઈડ્સની મંજૂરી મળી નથી, જેના કારણે પોલીસને તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે મંજૂરી વગર મોટી રાઈડ્સ શરૂ ન થાય તે માટે તકદારી રાખવી જેથી પોલીસ પણ મેળાના આયોજન ઉપર પેટ્રોલિંગથી નજર રાખી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

