સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો
ત્રણ મહિના બાદ મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી આરોપીની ધરપકડ
લિંબાયત પોલીસે સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી
સુરતની લિંબાયત પોલીસે સગીર બાળાને ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને ત્રણ મહિને મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી.
સુરતમાં સગીરાઓને લગ્નની લાલચે ભગાડી જવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે સુરતની લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી સગીરાને ભગાડી જઈ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ગણેશ સંજય ભાલેરાવને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી બાળાને મુક્ત કરાવી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

