Site icon hindtv.in

સુરતમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયા

સુરતમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયા
Spread the love

સુરતમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયા
એસઓજીની ટીમે માન દરવાજાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર પોલીસ મથકમાં નોંધાયેલા બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત એસઓજીની ટીમે માન દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતનાઓએ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સની સુચનાથી એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મુનાફ ગુલામરસુલ તથા એએસઆઈ સીદ્દીક ગુલામ મોહંમદનાઓએ બાતમીના આધારે માન દરવાજા બાખડ મોહલ્લા બોરોલે ક્લીનીક પાસેથી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર પોલીસ મથકમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી  નાસતા ફરતા આરોપી એવા ડિંડોલી ખાતે રહેતા વિજય નામદેવ બોરોલેને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version