સુરતમાં 3 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો
ટ્રાફિક ઈમોરલના ગુનામાં આરોપી ફરાર હતો
પોલીસે સાવન દામજી કેવડીયાની ધરપકડ કરી
ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા ટ્રાફિક ઈમોરલના ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપીપાડવા મેદાને છે ત્યારે એસઓજીની ટીમેબાતમીના આધારે વેલંજા ખાતે આવેલ દ્વારકેશ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેથી ઉત્રાણ પોલીસ મથકમાં નવ મહિનાથી ટ્રાફીક ઈમોરલના ગુનામાં નાસતા ફરતા મોટા વરાછા ગોલ્ડન સીટી ની બાજુમાં ઓપેરા હાઉસમાં રહેતા સાવન દામજી કેવડીયાને ઝડપી પાડી તેનો કબ્જો ઉત્રાણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

