સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
આરોપી કેબલ તથા બેટરીની ચોરીના ગુનામાં ફરાર હતો
પોલીસે સમાધાન ઉર્ફે ગોમો ઉર્ફે કાળુ રમણની ધરપકડ કરી
સુરતની સારોલી પોલીસે કેબલ તથા બેટરીની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે.
સુરતમાં તહેવારો સમયે પોલીસે પેટ્રોલિંગ વધારી છે ત્યારે સારોલી પોલીસ મથકમાં રાહુલ સંપતરાજ ઝાબકએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે કુંભારીયા રોડ સારીલો ખાતેથી ઓફિસના કમ્પાઉન્ડમાં રાખેલ ફાયર સેફ્ટી મોટરો તથા વાયરો અને બેટરીની અજાણ્યાઓ ચોરી કરી ગયા હતા જે અંગે સારોલી પોલીસે પી.આઈ. એસ.આર. વેકરીયા તથા પીએસઆઈ એસ.આર. રાણાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી જેમાં એએસઆઈ ધનજય અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ એ બાતમીના આધારે ચોરીમાં સંડોવાયેલા મુળ મહારાષ્ટ્રનો અને હાલ કેનાલ રોડ પર રહેતો સમાધાન ઉર્ફે ગોમો ઉર્ફે કાળુ રમણને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

